PSI And LRD Constable Syllabus 2025 અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં PSI તથા Constable જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયે પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પો.સ.ઇ. તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપાઇની ખાલી જગ્યાઓ માટે તા. 04-04-2024 થી તા. 30-4-2024 સુધીમાં ઓનલાઇન અરજી કરી ઉમેદવારી નોંધાવવાની હતી. આ જગ્યાઓ માટેની હાલ શારીરિક કસોટી ચાલુ થઇને પૂૂૂર્ણ થવા જઇ રહી છે. ત્યારબાદ લેખિત મુુુખ્ય પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા યોજવામાં આવશે. આ જગ્યાઓની મુખ્ય પરીક્ષાનું માળખું તથા હેતુલક્ષી અને વર્ણનાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, તેની વિગતો જોઇએ.
PSI And LRD Constable Syllabus 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે ભરતી પરીક્ષાના તબક્કાઓ, હેતુલક્ષી અને વર્ણનાત્મક પ્રકારનો અભ્યાસક્રમ, પેપરનો સમયગાળો વિગેરે વિશે જોઇશું. જે પરીક્ષાની તૈયારી માટે ખૂબજ મહત્વનો ઉપયોગી પુરવાર થશે.
PSI And LRD Constable Physical Test (Qualifying Nature) 2025
પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરની ભરતી માટે બે તબક્કામાં પરીક્ષાઓ લેવામાં આવનાર છે.
- શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) અને શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test)
- Main Exam : જે હેતુલક્ષી અને વર્ણનાત્મક પ્રકારના બે પેપર કુલ 300 ગુણના રહેશે.
1st Stage : શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) અને શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test)
ઓનલાઇન અરજી કરનાર તમામ ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) માં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test) લેવામાં આવનાર છે. જેમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની આગળની પરીક્ષામાં એટલે કે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવનાર છે.
2nd Stage : Main Exam : MCQ & Descriptive Type.
મુખ્ય પરીક્ષામાં બે પેપર આપવાના રહેશે. જેમાં (1) જનરલ સ્ટડી કે જે હેતુલક્ષી (MCQ) પ્રકારનું 200 ગુણનું રહેશે અને 3 કલાકના સમયગાળામાં પેપર પૂર્ણ કરવાનું રહેશે.
(2) બીજું પેપર ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કૌશલ્યનું વર્ણનાત્મક પ્રકાર (Descriptive) નું રહેશે.
(1) પેપર 1 જનરલ સ્ટડીનું હેતુલક્ષી પ્રકારનું પ્રશ્નપત્ર ભાગ A અને ભાગ B માં વહેંચાયેલું રહેશે.
જેમાં કુલ 100 માર્કસના 100 હેતુલક્ષી (MCQ) પ્રશ્નો રહેશે. જેમાં ઉમેદવારે ઓછામાં ઓછા 40 ક્વોલીફાઇંગ માર્કસ લાવવાના રહેશે.
જે ઉમેદવારના દરેક ખોટા જવાબદીઠ 0.25 નેગેટીવ માર્કસ કુુલ ગુણમાંથી કાપવામાં આવશે.
પેપર 1 નો અભ્યાસક્રમ જોઇએ. તેના ભાગ A અને ભાગ B ના વિષય વિશે જોઇએ.
constable syllabus 2025: ભાગ - A
વિષય | ગુણ |
---|---|
Reasoning and Data Interpretation (તાર્કિક અને માહિતીનું વિશ્લેષણ) | 50 |
Quantitative Aptitude (માત્રાત્મક યોગ્યતા) | 50 |
કુલ ગુણ | 100 |
constable syllabus 2025: ભાગ - B
પેપર - 1 ના ભાગ - B ના વિષય વિશે જોઇએ.
વિષય | ગુણ |
---|---|
The Constitution of India and Public Administration (ભારતનું બંધારણ અને જાહેર વહીવટ) | 25 |
History, Geography, Cultural Heritage (ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો) | 25 |
Current Affairs and General Knowledge (વર્તમાન બાબતો અને સામાન્ય જ્ઞાન) | 25 |
Environment, Science and Tech and Economics (પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર) | 25 |
કુલ ગુણ | 100 |
હેતુલક્ષી પરીક્ષાના પેપરનો દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે.
- દરેક સાચા જવાબ માટે 1 ગુણ આપવામાં આવશે.
- પ્રશ્નના દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે.
- "E" વિકલ્પ પસંદ કરનારને કોઇ નેગેટીવ ગુણ કાપવામાં આવનાર નથી.
- ઉમેદવારે કોઇ વિકલ્પ પસંદ કરેલ ન હોય તો તેના 0.25 ગુણ કાપવામાં આવનાર છે.
- ઉમેદવારે ભાગ A અને ભાગ B બન્નેમાં અલગ અલગ ક્વોલીફાઇંગ ગુણ મેળવવાના રહેશે.
પેપર - 2 ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક)
પેપર ર વર્ણનાત્મક પ્રકારનું ૧૦૦ ગુણનું રહેશે અને જે 3 કલાકના સમયગાળામાં પૂર્ણ કરવાનું રહેશે.
પેપર - 2 અભ્યાસક્રમ.
Part-A (Gujarati Language Skill)
ભાગ-એ ગુુુુુુજરાતી ભાષા કૌશલ્ય
વિષય | ગુણ |
---|---|
Essay (350 Words) | 30 |
Precis Writing | 10 |
Comprehension | 10 |
Report Writing | 10 |
Letter Writing | 10 |
Part-B (English Language Skill)
ભાગ-એ અંગ્રેજી ભાષા કૌશલ્ય
વિષય | ગુણ |
---|---|
Precis Writing | 10 |
Comprehension | 10 |
Translation (Gujarati to English) | 10 |
કુલ ગુણ | 100 |
જે ઉમેદવારોએ પેપર - 1 ના ભાગ A અને ભાગ B માં અલગ અલગ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવેલ હશે તેવા જ ઉમેદવારોનું પેપર - 2 ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક) નું મૂલ્યાંકન કરવામાં આવશે એટલે કે પેપર - 2 તપાસવામાં આવશે.