ભારતીય સ્વતંત્રતા આંદોલન: ઇતિહાસ, નેતાઓ અને ભારતની આઝાદી

ભારતીય સ્વતંત્રતા આંદોલન: ઇતિહાસ, નેતાઓ અને ભારતની આઝાદી

સ્વતંત્રતા આંદોલનની પૃષ્ઠભૂમિ

ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ એ 19મી અને 20મી સદીના ભારતના ઈતિહાસમાં એક યુગપ્રવર્તક ઘટના હતી. આ આંદોલન માત્ર બ્રિટિશ સામ્રાજ્યવાદથી રાજકીય આઝાદી મેળવવા માટે જ નહોતું, પરંતુ ભારતીય સમાજ, સંસ્કૃતિ, અને અર્થતંત્રમાં ઊંડો બદલાવ લાવવા માટે પણ હતું. વર્ષોના વર્ષોથી બ્રિટિશ શાસનને કારણે, ભારતીય લોકો ગરીબી, ભેદભાવ અને શોષણનો ભોગ બન્યા હતા. જેના કારણે તેઓ કંટાળી ગયા અને સ્વતંત્ર થવા માટે તેમણે આંદોલન શરુ કર્યું હતું. જાગૃતતા આવવા લાગી અને ભારત દેશ માટે એકતા દેખાડવાનું શરુ થયું.

ભારતીય સ્વતંત્રતા આંદોલન
ભારતીય સ્વતંત્રતા આંદોલન

આ ચળવળની ઉત્પત્તિ સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ, ધાર્મિક સુધારણા આંદોલનો, અને રાષ્ટ્રવાદી વિચારધારાઓમાં રહેલી છે, જેણે સ્વતંત્રતા માટે લડવાની પ્રેરણા આપી.

મહત્વના નેતાઓ અને તેમની ભૂમિકા

ભારતીય સ્વતંત્રતા આંદોલન ઘણા પ્રેરણાદાયી નેતાઓનું ઘર હતું, જેમણે પોતાના જ્ઞાન અને નેતૃત્વથી ચળવળને માર્ગદર્શન આપ્યું.

મહાત્મા ગાંધી:

મોહનદાસ કરમચંદ ગાંધી, જે મહાત્મા ગાંધી તરીકે જાણીતા છે, ભારતીય સ્વતંત્રતા આંદોલનના સૌથી મહત્વપૂર્ણ નેતા હતા. તેમણે અહિંસા, સત્યાગ્રહ અને અસહકાર જેવા માર્ગો અપનાવીને દેશને આઝાદી અપાવી. તેમણે લોકોને એકઠા કર્યા, અને સમગ્ર વિશ્વને બતાવ્યું કે ભારત પણ સ્વતંત્ર થઇ શકે છે.

મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી

જવાહરલાલ નેહરુ:

જવાહરલાલ નેહરુ સ્વતંત્રતા આંદોલનના એક મહત્વપૂર્ણ નેતા હતા. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા અને ભારતના આધુનિકરણ અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સુભાષચંદ્ર બોઝ:

સુભાષચંદ્ર બોઝ એક પ્રભાવશાળી રાષ્ટ્રવાદી નેતા હતા. તેમણે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાન સાથે મળીને બ્રિટિશરો સામે લડાઈ લડી.

સરદાર વલ્લભભાઈ પટેલ:

સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક મહત્વપૂર્ણ નેતા હતા. તેમણે આઝાદી પછી ભારતના રજવાડાઓને એકીકૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ

ભગતસિંહ:

ભગતસિંહ એક ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની હતા.દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી.

મહત્વપૂર્ણ આંદોલનો

ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ઘણા મોટા અને નાના આંદોલનો થયા, જેમાં લોકોએ સાથે મળીને બ્રિટિશ સરકારનો વિરોધ કર્યો અને સ્વરાજ્યની માંગ કરી. થોડા મુખ્ય આંદોલનો નીચે મુજબ છે:

  • અસહકાર આંદોલન (1920-1922): ગાંધીજીએ આ આંદોલન બ્રિટિશ સરકારને સહકાર ન આપવા માટે શરૂ કર્યું હતું. લોકોએ સરકારી નોકરીઓ, શાળાઓ, કોર્ટ અને ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો.
  • સવિનય કાનૂન ભંગ આંદોલન (1930-1934): આ આંદોલનમાં લોકોએ મીઠાના કાયદાનો ભંગ કર્યો, અને બ્રિટિશ સરકારના મીઠુંના કાયદાનો વિરોધ કર્યો. તે માટે દાંડી કૂચ કરી એ આ આંદોલનનો મહત્વનો ભાગ હતો.
  • ભારત છોડો આંદોલન (1942): બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો હેતુ ભારતમાંથી બ્રિટિશ શાસનનો તાત્કાલિક અંત લાવવાનો હતો.

ગાંધીયુગ અને રોલેટ એક્ટનો વિરોધ

પ્રથમ વિશ્વયુદ્ધમાં કારીગરો અને ખેડૂતો પાસેથી કર ઉઘરાવી હિંસક કૃત્યો આચરવામાં આવતા. જેમાં કેટલાય ક્રાંતિકારીઓને કોર્ટના કહેવાથી મૃત્યુ દંડ આપવામાં આવ્યા હતા. તેમના વિરોધમાં ઘણા આંદોલન થયા. આથી કંટાળીને સરકારે રૌલેટ એક્ટ પસાર કર્યો, પરંતુ ભારતીયોએ એનો પણ ખુબ જ વિરોધ કર્યો હતો.

જલિયાવાલા બાગ હત્યાકાંડ

જલિયાવાલા બાગ હત્યાકાંડ એ ભારતના ઇતિહાસની એક કાળી ઘટના છે. જેમાં અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એકઠા થયેલા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર અંગ્રેજ સરકારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.

ખિલાફત આંદોલન અને અસહકાર આંદોલન

પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી હાર્યું હતું તેના કારણે તુર્કીસ્તાનના ખલીફાને હટાવી દેવામાં આવ્યા. જેના લીધે ભારતમાં ખિલાફત આંદોલન શરુ થયું, જેમાં મુસ્લિમો એક થયા હતા, તે એક જુથ હતું. આવામાં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરુ કરીને મુસ્લિમોનો તેમાં સાથ લીધો હતો અને તેમને સાથે જોડી રાખ્યા. પરંતુ ૧૯૨૨ માં ચોરી ચોરા નામની ઘટના બનતા, ગાંધીજીએ પોતાનું આંદોલન બંધ કરી દીધું, જે ઘણા લોકોને ગમ્યું ન હતું,

અસહકાર આંદોલનની અસર અને ખામીઓ

અસહકાર આંદોલન દબાવી દેવાયું પરંતુ હિન્દુ અને મુસલમાન વચ્ચે સારી એકતા થઈ, જેના કારણે સ્વરાજ્યની માંગ તીવ્ર બની. તેના લીધે આ આંદોલનમાં ત્રણ જેટલા વિચારો એક સમાન રીતે જોડાયા હતા.

  • ખિલાફતનો પ્રશ્ન
  • સરકાર દ્વારા કરવામાં આવતો અત્યાચાર.
  • સ્વરાજ્ય મેળવવાનો પ્રશ્ન.

કાંતિકારીઓની ભૂમિકા

અસહકાર આંદોલન બાદ કેટલાક લોકો ક્રાંતિકારી રસ્તો અપનાવીને જલ્દીથી સ્વરાજ્ય મેળવવા માગતા હતા. તે સમયના જ કેટલાક શૂરવીર ક્રાંતિકારી યુવાનો વિદેશ ગયા અને મદદ મેળવી પરત ફર્યા હતા અને ભારતના યુવાનોમાં સ્વતંત્ર થવા માટે હામ ભરી હતી.

સાઈમન કમિશનનો વિરોધ

બ્રિટિશ સરકારે ૧૯૨૭માં સાઈમન નામના અધ્યક્ષ હેઠળ કમિશન તૈયાર કર્યું જેમાં બધા અંગ્રેજો હતા એટલે તેનો ખુબ વિરોધ થયો, કેમ કે લોકો સમજતા હતા કે એ અંગ્રેજ કમિશન ભારત વિષે શું સાચું જાણવાના છે.

સાઈમન કમિશનનો વિરોધ
સાઈમન કમિશનનો વિરોધ

આઝાદી અને ભાગલા

આખરે 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થયું. પણ દેશના ભાગલા પડ્યા અને પાકિસ્તાન નામનો નવો દેશ બન્યો. ભાગલાના કારણે કરોડો લોકો વિસ્થાપિત થયા અને હિંસામાં માર્યા ગયા, જે એક દુ:ખદ ઘટના હતી.

ભારત-પાકિસ્તાન ભાગલા
ભારત-પાકિસ્તાન ભાગલા

આઝાદી પછીનું ભારત

આઝાદી પછી, ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા અપનાવી અને એક નવા રાષ્ટ્રના નિર્માણ તરફ કદમ માંડ્યા. ભારતે આર્થિક વિકાસ, સામાજિક સુધારાઓ અને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અહીં Mock Test શરૂ કરો

સ્વતંત્રતા આંદોલનનું મહત્વ

ભારતીય સ્વતંત્રતા આંદોલન માત્ર રાજકીય આઝાદી મેળવવા માટે નહોતું, પરંતુ એક ન્યાયી, સમાન અને સ્વતંત્ર સમાજ બનાવવા માટે પણ હતું. આ આંદોલન આજે પણ આપણને પ્રેરણા આપે છે કે આપણે એક સારા રાષ્ટ્રનું નિર્માણ કરીએ અને સ્વતંત્ર રહીએ .