GPSSB મુખ્ય સેવિકા ભરતી 2026
169 જગ્યાઓ — સંપૂર્ણ માહિતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૦૫/૨૦૨૬-૨૭ હેઠળ પંચાયત સેવાની મુખ્ય સેવિકા (વર્ગ-૩) સંવર્ગની કુલ 169 જગ્યાઓ પર સીધી ભરતી માટે ઓનલાઇન અરજીપત્રો મંગાવવામાં આવ્યા છે. તા.૧૮/૦૪/૨૦૨૬ થી ૦૯/૦૫/૨૦૨૬ સુધી OJAS પોર્ટલ પર અરજી કરી શકાશે. આ જાહેરાત ફક્ત મહિલા ઉમેદવારો માટે છે.
જાહેરાત વિગત (Notification)
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મયોગી ભવન, સેક્ટર-૧૦/એ) દ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકા (વર્ગ-૩) સંવર્ગની કુલ 169 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રો મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તા.૧૮/૦૪/૨૦૨૬ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા.૦૯/૦૫/૨૦૨૬ (રાત્રિના ૨૩:૫૯ કલાક) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ફક્ત મહિલા ઉમેદવારો માટે (Women Only)
આ જાહેરાત અન્વયે માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે. પુરુષ ઉમેદવારો અરજી કરવા પાત્ર નથી.
મહત્ત્વની નોંધ
- • ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને Signature (15 kb) JPG format માં Scan કરી તૈયાર રાખવાનો રહેશે.
- • સ્પર્ધાત્મક પરીક્ષા MCQ (Multiple Choice Question) પ્રકારની CBRT અથવા OMR પદ્ધતિની રહેશે.
- • જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની શક્યતા છે.
- • પંચાયત વિભાગના પત્ર ક્રમાંક: PRHRDD/0991/02/2026, તા.03-03-2026 થી મળેલ માંગણાપત્રક અનુસાર.
કેટેગરીવાર જગ્યાઓ (Vacancy Breakdown)
| Category | Posts |
|---|---|
| સામાન્ય (General / OC) | 69 |
| આર્થિક રીતે નબળા વર્ગ (EWS) | 21 |
| સા.શૈ. પછાત વર્ગ (SEBC) | 39 |
| અનુ. જાતિ (SC) | 4 |
| અનુ. જનજાતિ (ST) | 36 |
| કુલ (Total) | 169 |
📋 જિલ્લા પંચાયતવાર ભરવાપાત્ર જગ્યાઓ (District-Wise Vacancies)
| જિલ્લો | કુલ | OC | EWS | SEBC | SC | ST |
|---|---|---|---|---|---|---|
| દાહોદ | 24 | 7 | 2 | 5 | 2 | 8 |
| સુરત | 18 | 2 | 6 | 5 | 0 | 5 |
| કચ્છ | 16 | 9 | 1 | 4 | 1 | 1 |
| છોટા ઉદેપુર | 11 | 4 | 1 | 4 | 1 | 1 |
| વાવ થરાદ | 11 | 7 | 0 | 3 | 0 | 1 |
| મહીસાગર | 7 | 3 | 1 | 1 | 0 | 2 |
| નર્મદા | 7 | 4 | 1 | 0 | 0 | 2 |
| વડોદરા | 7 | 4 | 1 | 2 | 0 | 0 |
| દેવભૂમિ દ્વારકા | 6 | 4 | 1 | 1 | 0 | 0 |
| ગીર સોમનાથ | 6 | 4 | 1 | 1 | 0 | 0 |
| પંચમહાલ | 6 | 0 | 1 | 1 | 0 | 4 |
| વલસાડ | 6 | 3 | 0 | 3 | 0 | 0 |
| ભરૂચ | 5 | 2 | 0 | 1 | 0 | 2 |
| સાબરકાંઠા | 5 | 4 | 1 | 0 | 0 | 0 |
| તાપી | 5 | 0 | 2 | 0 | 0 | 3 |
| આણંદ | 4 | 1 | 1 | 2 | 0 | 0 |
| ખેડા | 4 | 2 | 0 | 1 | 0 | 1 |
| નવસારી | 4 | 0 | 0 | 0 | 0 | 4 |
| અમદાવાદ | 3 | 1 | 0 | 0 | 0 | 2 |
| ડાંગ | 3 | 2 | 0 | 1 | 0 | 0 |
| મહેસાણા | 3 | 1 | 0 | 2 | 0 | 0 |
| અમરેલી | 2 | 2 | 0 | 0 | 0 | 0 |
| પોરબંદર | 2 | 0 | 1 | 1 | 0 | 0 |
| ભાવનગર | 1 | 1 | 0 | 0 | 0 | 0 |
| બોટાદ | 1 | 1 | 0 | 0 | 0 | 0 |
| ગાંધીનગર | 1 | 0 | 0 | 1 | 0 | 0 |
| પાટણ | 1 | 1 | 0 | 0 | 0 | 0 |
| કુલ | 169 | 69 | 21 | 39 | 4 | 36 |
નોંધ: અરવલ્લી, બનાસકાંઠા, જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર — આ 7 જિલ્લામાં 0 જગ્યા છે.
♿ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ (PwD Reservation)
| Category | Disability Type | Posts |
|---|---|---|
| A (1%) | LV (40-70)% — અંધત્વ અને ઓછી દ્રષ્ટિ | 4 |
| B (1%) | D, HH — બધિર અને ઓછું સાંભળનાર | 3 |
| C (1%) | OA, OL, OAL, AAV, BA*, BL*, SD, SI — હલનચલનની દિવ્યાંગતા | 3 |
| D & E (1%) | ASD(M), SLD, MI, MD(40-70)% — સ્વલીનતા, બૌદ્ધિક દિવ્યાંગતા | 1 |
| Total | 11 | |
લાયકાત (Eligibility & Age Limit)
🎓 શૈક્ષણિક લાયકાત
નીચેનામાંથી કોઈ પણ ડિગ્રી ધરાવતા મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે:
- • Bachelor's Degree in Home Science
- • Bachelor's / Master's in Sociology
- • Bachelor's / Master's in Child Development
- • Bachelor's / Master's in Nutrition
- • Bachelor's / Master's in Social Work
📅 ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર તા.09/05/2026 ના રોજ 37 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
Max: 45 Years (with relaxation)ઉંમર છૂટછાટ (Age Relaxation Details)
| Category | Relaxation | Birth Date Range |
|---|---|---|
| સામાન્ય વર્ગ મહિલા | +5 Years | 09/05/1984 – 09/05/2008 |
| અનામત વર્ગ મહિલા (SC/ST/SEBC/EWS) | +10 Years | 09/05/1981 – 09/05/2008 |
| દિવ્યાંગ — General Female | +15 Years | 09/05/1981 – 09/05/2008 |
| દિવ્યાંગ — Reserved Female | +20 Years | 09/05/1981 – 09/05/2008 |
| માજી સૈનિક (મહિલા) | Service + 3 Yrs | Max 45 Years |
Exam Pattern & Syllabus
સ્પર્ધાત્મક પરીક્ષા હેતુલક્ષી MCQ (Multiple Choice Questions) પ્રકારની રહેશે — CBRT અથવા OMR પદ્ધતિ. કુલ 200 ગુણ, 3 કલાકનો સમય. ખોટા જવાબ માટે -0.25 (Negative Marking).
| # | Subject | Marks | Medium |
|---|---|---|---|
| 1 | General Awareness & General Knowledge * | 35 | Gujarati |
| 2 | Gujarati Grammar | 20 | Gujarati |
| 3 | English Language & Grammar | 20 | English |
| 4 | General Mathematics, Reasoning & Data Interpretation | 25 | Gujarati |
| 5 | Technical Knowledge (Home Science / Child Development / Nutrition / Social Work) | 100 | Gujarati |
| Total | 200 | 3 Hours |
* General Awareness & GK Topics
- General Mental Ability and General Intelligence
- History of India and History of Gujarat
- Cultural Heritage of India and Gujarat
- Geography of India and Geography of Gujarat
- Sports
- Indian Polity and the Constitution of India
- Panchayati Raj
- Welfare Schemes of Gujarat State and Union Government
- Indian Economy and Planning
- General Science, Environment and ICT
- Current Affairs of Regional, National and International Importance
Important Dates (મહત્ત્વની તારીખો)
Application & Exam Timeline
ઓનલાઇન અરજી શરૂ
18 April 2026 (01:00 PM)
અરજીની છેલ્લી તારીખ
09 May 2026 (11:59 PM)
ફી ભરવાની છેલ્લી તારીખ (Online)
09 May 2026 (11:59 PM)
Process Fee (રૂબરૂ) — ₹500
11 May to 13 May 2026
[GPSSB Office, Working Days]
શૈક્ષણિક લાયકાત Cut-off Date
09 May 2026
પરીક્ષા તારીખ
To be announced (GPSSB website જોતા રહેવું)
Fee & Salary (ફી અને પગાર)
Application Fee
Fixed Salary
અરજી કરવાની રીત (How to Apply)
- 1 OJAS પોર્ટલ પર જાઓ: https://ojas.gujarat.gov.in
- 2 "Current Advertisement" → "View All" → Department: GPSSB → જાહેરાત ક્રમાંક 05/2026-27 (મુખ્ય સેવિકા) Select કરો.
- 3 Apply With OTR (One Time Registration) — OTR Number અને જન્મ તારીખ Entry કરો, અથવા Skip કરીને બધી વિગતો ભરો.
- 4 Photograph (15 kb) અને Signature (15 kb) JPG format માં Upload કરો.
- 5 Declaration વાંચો, "Yes" કરો → SAVE → Confirm Application. Confirmation Number સાચવી રાખો.
- 6 General Category ના ઉમેદવારો: SBI E-Pay દ્વારા ₹100/- + Service Charge ભરો (Debit Card / UPI / Net Banking / NEFT / Credit Card).
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
1. GPSSB મુખ્ય સેવિકા 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?
મુખ્ય સેવિકા (વર્ગ-3) ભરતી 2026 માં કુલ 169 જગ્યાઓ છે, જે 34 જિલ્લા પંચાયતોમાં વિભાજિત છે. General: 69, EWS: 21, SEBC: 39, SC: 4, ST: 36.
2. ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ કઈ છે?
ઑનલાઇન અરજી 18/04/2026 (01:00 PM) થી 09/05/2026 (11:59 PM) સુધી OJAS પોર્ટલ પર કરી શકાશે.
3. શું પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે?
ના. આ જાહેરાત ફક્ત મહિલા ઉમેદવારો માટે છે. પુરુષ ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
4. પરીક્ષા કેટલા ગુણની છે?
સ્પર્ધાત્મક પરીક્ષા 200 ગુણની MCQ પ્રકારની છે, 3 કલાકનો સમય. ખોટા જવાબ માટે -0.25 Negative Marking છે.
5. શૈક્ષણિક લાયકાત શું છે?
Bachelor's / Master's Degree in Home Science, Sociology, Child Development, Nutrition, અથવા Social Work. ઉપરાંત Computer Basic Knowledge અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન.
6. ફિક્સ પગાર કેટલો છે?
પ્રથમ 5 વર્ષ માટે ₹40,800/- પ્રતિમાસ ફિક્સ. 5 વર્ષ બાદ સેવા સંતોષકારક હોય તો નિયમિત પગારધોરણમાં નિમણૂંક.
7. અરજી ફી કેટલી છે?
General Category: ₹100/- + Service Charge (SBI E-Pay). SC/ST/SEBC/EWS/Ex-Servicemen/PwD — ફી ભરવાની નથી.