📢 Telegram પર નવા અપડેટ મેળવો!

MPHW ભરતી 2026 ની તમામ માહિતી, કોલલેટર, આન્સર કી અને પરિણામ માટે જોડાઓ.

Join Now
Advt No: 06/2026-27 Class-3 👨 Male Only Apply Online NEW

GPSSB MPHW (Male) ભરતી 2026 420 જગ્યાઓ — સંપૂર્ણ માહિતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૦૬/૨૦૨૬-૨૭ હેઠળ પંચાયત સેવાની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ-૩) સંવર્ગની કુલ 420 જગ્યાઓ પર સીધી ભરતી માટે ઓનલાઇન અરજીપત્રો મંગાવવામાં આવ્યા છે. તા.૨૯/૦૪/૨૦૨૬ થી ૨૦/૦૫/૨૦૨૬ સુધી OJAS પોર્ટલ પર અરજી કરી શકાશે. આ જાહેરાત ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે.

Advt No
06/2026-27
GPSSB
Total Posts
420
Class-3
Start Date
29 Apr '26
01:00 PM
End Date
20 May '26
11:59 PM

જાહેરાત વિગત (Notification)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મયોગી ભવન, સેક્ટર-૧૦/એ) દ્વારા પંચાયત સેવાની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ-૩) સંવર્ગની કુલ 420 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રો મંગાવવામાં આવે છે.

આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તા.૨૯/૦૪/૨૦૨૬ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા.૨૦/૦૫/૨૦૨૬ (રાત્રિના ૨૩:૫૯ કલાક) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ફક્ત પુરુષ ઉમેદવારો માટે (Male Only)

આ જાહેરાત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગ માટેની હોઈ, અન્વયે માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે. જાહેરાતમાં "ઉમેદવાર" એટલે "પુરુષ ઉમેદવાર" વંચાણે લેવાનું રહેશે.

મહત્ત્વની નોંધ

  • • ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને Signature (15 kb) JPG format માં Scan કરી તૈયાર રાખવાનો રહેશે.
  • • સ્પર્ધાત્મક પરીક્ષા MCQ (Multiple Choice Question) પ્રકારની CBRT અથવા OMR પદ્ધતિની રહેશે.
  • • જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની શક્યતા છે, જે ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
  • • પંચાયત વિભાગના પત્ર ક્રમાંક: PRHRDD/0802/03/2026 તથા PRHRDD/0883/04/2026 થી મળેલ માંગણાપત્રક અનુસાર.
  • • 19 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અને 33 જગ્યાઓ માજી સૈનિકો માટે અનામત છે.

કેટેગરીવાર જગ્યાઓ (Vacancy Breakdown)

Category Posts
સામાન્ય (General / OC) 101
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) 48
સા.શૈ. પછાત વર્ગ (SEBC) 150
અનુ. જાતિ (SC) 51
અનુ. જનજાતિ (ST) 70
કુલ (Total) 420
માજી સૈનિક
33
Ex-Servicemen Reserved
દિવ્યાંગ
19
PwD Reserved
ઉમેદવાર પ્રકાર
👨 Male
Male Candidates Only
📋 જિલ્લા પંચાયતવાર ભરવાપાત્ર જગ્યાઓ (District-Wise Vacancies)
જિલ્લો કુલ OC EWS SEBC SC ST
કચ્છ126367442316
દાહોદ90124511310
નર્મદા33421449
મોરબી2190840
વડોદરા20043013
ભરૂચ1971407
દેવભૂમિ દ્વારકા16112210
પંચમહાલ1302407
છોટાઉદેપુર12012000
ડાંગ1241403
તાપી1011800
જામનગર1053110
મહેસાણા703301
સાબરકાંઠા631011
જૂનાગઢ530200
પાટણ511120
અરવલ્લી440000
સુરત302010
અમદાવાદ201001
ગીર સોમનાથ210010
પોરબંદર201001
ભાવનગર100001
બોટાદ100100
કુલ 420 101 48 150 51 70

નોંધ: અમરેલી, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર, વલસાડ, વાવ થરાદ — આ 11 જિલ્લામાં 0 જગ્યા છે.

♿ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ (PwD Reservation)
Category Disability Type Posts
ALV (40-70)% — અંધત્વ અને ઓછી દ્રષ્ટિ5
B— (કોઈ જગ્યા નથી)0
COA, OL, CP, DW, AAV, BA*, BL*, SD, SI — હલનચલનની દિવ્યાંગતા8
D & EID, MI, MD(40-70)% — સ્વલીનતા, બૌદ્ધિક દિવ્યાંગતા6
Total19
બેન્ચમાર્ક ડિસેબિલિટી 40% કે તેથી વધુ ધરાવતા ઉમેદવારોને જ દિવ્યાંગતાના લાભો મળશે. દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળશે.

લાયકાત (Eligibility & Age Limit)

🎓 શૈક્ષણિક લાયકાત

નીચેનામાંથી કોઈ પણ એક લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે:

  • • ઓછામાં ઓછા 1 વર્ષનો Multi Purpose Health Worker Basic Course / Diploma (માન્ય સંસ્થા)
  • 1 વર્ષનો Sanitary Inspector Diploma (માન્ય સંસ્થા)
  • 1 વર્ષનો Health Sanitary Inspector Certificate (ITI અથવા સરકાર માન્ય સંસ્થા)
  • Diploma of Sanitary Inspectors / Health Sanitary Inspector — Central / State Act હેઠળની યુનિવર્સિટી દ્વારા
ઉપરાંત: (i) Computer Basic Knowledge ફરજિયાત (Gujarat Civil Services Rules-1967 મુજબ) (ii) ગુજરાતી અથવા હિન્દી (અથવા બંને) ભાષાનું પૂરતું જ્ઞાન.

📅 ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર તા.૨૦/૦૫/૨૦૨૬ ના રોજ —

  • ઓછામાં ઓછી 18 વર્ષ
  • વધુમાં વધુ 33 વર્ષ
Max: 45 Years (with relaxation)

Cut-off Date: 20/05/2026

ઉંમર છૂટછાટ (Age Relaxation Details)
Category Relaxation Birth Date Range
સામાન્ય વર્ગ (પુરુષ)20/05/1993 – 20/05/2008
અનામત વર્ગ (SC/ST/SEBC/EWS)+5 Years20/05/1988 – 20/05/2008
દિવ્યાંગ — General (40%+)+10 Years20/05/1983 – 20/05/2008
દિવ્યાંગ — Reserved (40%+)+15 Years20/05/1981 – 20/05/2008
માજી સૈનિકService + 3 YrsMax 45 Years
⚠️ કોઈપણ સંજોગોમાં છૂટછાટ સાથેની ઉપલી વયમર્યાદા 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.
🏆 રમતગમતના વધારાના ગુણ: સક્ષમ સત્તાધિકારી પાસેથી માન્ય રમતગમત પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના 5% વધારાના ગુણ ઉમેરવામાં આવશે (પ્રમાણપત્ર ચકાસણીને આધીન).

Exam Pattern & Syllabus

સ્પર્ધાત્મક પરીક્ષા હેતુલક્ષી MCQ (Multiple Choice Questions) પ્રકારની રહેશે — CBRT અથવા OMR પદ્ધતિ. કુલ 200 ગુણ, 3 કલાક (Three Hours) નો સમય. ખોટા જવાબ માટે -0.25 (Negative Marking). ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા) નિયમો, ૨૦૨૧ (વખતોવખત સુધાર્યા મુજબ) અનુસાર ફક્ત 1 પ્રશ્નપત્ર રહેશે.

# Subject Marks Medium
1General Awareness & General Knowledge *35Gujarati
2Gujarati Grammar20Gujarati
3English Language & Grammar20English
4General Mathematics, Reasoning & Data Interpretation25Gujarati
5Technical Knowledge — MPHW / Sanitary Inspector / Public Health100Gujarati
Total 200 3 Hours
* General Awareness & GK — Topics Covered
  • General Mental Ability and General Intelligence
  • History of India and History of Gujarat
  • Cultural Heritage of India and Gujarat
  • Geography of India and Geography of Gujarat
  • Sports
  • Indian Polity and the Constitution of India
  • Panchayati Raj
  • Welfare Schemes of Gujarat State and Union Government
  • Indian Economy and Planning
  • General Science, Environment and ICT
  • Current Affairs of Regional, National and International Importance
🩺 Technical Knowledge (100 Marks) — સંભવિત Topics

નોંધ: પરીક્ષામાં શૈક્ષણિક લાયકાત (MPHW / Sanitary Inspector / Health Sanitary Inspector) ને લગતું ટેકનિકલ જ્ઞાન ચકાસવામાં આવશે.

  • Primary Health Care & Community Health
  • Communicable & Non-Communicable Diseases (Malaria, TB, Dengue, Leprosy, COVID-19)
  • National Health Programmes (NRHM, NHM, RNTCP, NVBDCP, RCH)
  • Immunization Schedule & Universal Immunization Programme (UIP)
  • Maternal & Child Health (MCH), Family Welfare Programmes
  • Nutrition, Anaemia, Vitamin Deficiency Diseases
  • Environmental Sanitation, Water Supply, Waste Management
  • Vector Control & Epidemiology
  • First Aid & Emergency Care
  • Health Education & IEC (Information, Education, Communication)
  • Anatomy, Physiology & Pharmacology — Basics
  • Vital Statistics, Records & Reports
Negative Marking: ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્ને ફાળવેલ ગુણના -0.25 ગુણ ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે. લઘુત્તમ લાયક ધોરણ (Minimum Qualifying Standard) — કોઈપણ કેટેગરી માટે 40% કરતાં ઓછું નક્કી કરી શકાશે નહીં.

Important Dates (મહત્ત્વની તારીખો)

Application & Exam Timeline

ઓનલાઇન અરજી શરૂ

29 April 2026 (01:00 PM)

અરજીની છેલ્લી તારીખ

20 May 2026 (11:59 PM)

ફી ભરવાની છેલ્લી તારીખ (Online)

20 May 2026 (11:59 PM)

Process Fee (રૂબરૂ) — ₹500

21 May to 25 May 2026
[GPSSB Office, Working Days]

શૈક્ષણિક લાયકાત / ઉંમર Cut-off Date

20 May 2026

પરીક્ષા તારીખ

To be announced (GPSSB website જોતા રહેવું)

Fee & Salary (ફી અને પગાર)

Application Fee

₹ 100/-
+ SBI E-Pay Service Charge
ફક્ત General Category પુરુષ ઉમેદવારો માટે

Fixed Salary

₹ 26,000/-
પ્રતિમાસ (First 5 Years)
5 વર્ષ બાદ નિયમિત પગારધોરણ લાગુ
ફી છૂટ: SC, ST, SEBC, EWS, Ex-Servicemen, દિવ્યાંગ (PwD) — તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી.
Late Process Fee (₹ 500): જો સામાન્ય વર્ગના કોઈ ઉમેદવાર (જેની અરજી કન્ફર્મ થયેલ હોય) નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી ફી ન ભરી શકે, તો તેઓ તા. 21/05/2026 થી 25/05/2026 દરમ્યાન GPSSB કચેરીએ રૂબરૂમાં ₹ 500/- પ્રોસેસ ફી રોકડથી જમા કરાવી શકશે. જે ઉમેદવારે અરજી કન્ફર્મ કરેલ નથી તેઓને આ લાભ મળશે નહીં.

અરજી કરવાની રીત (How to Apply)

  1. 1 OJAS પોર્ટલ પર જાઓ: https://ojas.gujarat.gov.in
  2. 2 "Current Advertisement" → "View All" → Department: GPSSB → જાહેરાત ક્રમાંક 06/2026-27 (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષ) Select કરો.
  3. 3 Apply With OTR (One Time Registration) — OTR Number અને જન્મ તારીખ Entry કરો, અથવા Skip કરીને બધી વિગતો ભરો.
  4. 4 Personal, Communication, Educational, Caste, Disability વિગતો ભરો. Photograph (15 kb) અને Signature (15 kb) JPG format માં Upload કરો.
  5. 5 Declaration વાંચો, "Yes" કરો → SAVE → Confirm Application. Application Number અને Confirmation Number સાચવી રાખો.
  6. 6 General Category ના ઉમેદવારો: SBI E-Pay દ્વારા ₹100/- + Service Charge ભરો (Debit Card / UPI / Net Banking / NEFT / Credit Card).
  7. 7 અરજીની પ્રિન્ટ કાઢી લો અને E-Receipt સાથે સાચવી રાખો. Confirmation બાદ કોઈ સુધારો શક્ય નથી.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  1. Online Application — OJAS પર ઓનલાઇન અરજી અને Confirmation
  2. Call Letter / Hall Ticket — પરીક્ષાની તારીખ નક્કી થયેથી online ડાઉનલોડ (કોલલેટર સિવાય પરીક્ષા ખંડમાં પ્રવેશ નહીં)
  3. Competitive Examination (200 Marks) — CBRT અથવા OMR પદ્ધતિ, MCQ, 3 Hours, -0.25 Negative Marking
  4. Provisional Answer Key (P.A.K.) પ્રસિદ્ધ → ઉમેદવારોના વાંધા-સૂચન → Final Answer Key (F.A.K.)
  5. Provisional Result અને Provisional Merit List કેટેગરીવાર તૈયાર
  6. Document Verification — મેરીટ યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી
  7. Onscreen District Allotment અને Final Select List + Recommendation List
  8. Waiting List નિયમાનુસાર બહાર પાડવામાં આવશે
Tie-Breaker Rule: સમાન ગુણ હોય તો — (1) જન્મ તારીખ મુજબ વધુ વય ધરાવતા ઉમેદવારને અગ્રતા (2) જન્મ તારીખ સમાન હોય તો શૈક્ષણિક લાયકાતની મેરીટ મુજબ.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

1. GPSSB MPHW (Male) 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) વર્ગ-3 ભરતી 2026 માં કુલ 420 જગ્યાઓ છે, જે Gujarat ની 23 જિલ્લા પંચાયતોમાં વિભાજિત છે. General: 101, EWS: 48, SEBC: 150, SC: 51, ST: 70.

2. ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ કઈ છે?

ઑનલાઇન અરજી 29/04/2026 (01:00 PM) થી 20/05/2026 (11:59 PM) સુધી OJAS પોર્ટલ પર કરી શકાશે.

3. શું મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે?

ના. આ જાહેરાત ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે. (મુખ્ય સેવિકા ભરતી મહિલા ઉમેદવારો માટે અલગ રીતે જાહેર થાય છે.)

4. પરીક્ષા કેટલા ગુણની છે?

સ્પર્ધાત્મક પરીક્ષા 200 ગુણની MCQ પ્રકારની છે, 3 કલાકનો સમય. ખોટા જવાબ માટે -0.25 Negative Marking છે.

5. શૈક્ષણિક લાયકાત શું છે?

માન્ય સંસ્થા તરફથી ઓછામાં ઓછા 1 વર્ષનો Multi Purpose Health Worker Basic Course / Sanitary Inspector Diploma / Health Sanitary Inspector Certificate ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. Computer Basic Knowledge અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન ફરજિયાત છે.

6. ઉંમર મર્યાદા શું છે?

તા. 20/05/2026 ના રોજ 18 થી 33 વર્ષ. અનામત વર્ગ (+5), દિવ્યાંગ (+10), અનામત+દિવ્યાંગ (+15), માજી સૈનિક (Service+3) ઉંમર છૂટછાટ સાથે મહત્તમ 45 વર્ષ.

7. ફિક્સ પગાર કેટલો છે?

પ્રથમ 5 વર્ષ માટે ₹26,000/- પ્રતિમાસ ફિક્સ (નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક: ખરચ/2002/57/પાટ-4/ઝ.1, તા.18-10-2023). 5 વર્ષ બાદ સેવા સંતોષકારક હોય તો નિયમિત પગારધોરણમાં નિમણૂંક.

8. અરજી ફી કેટલી છે?

General Category: ₹100/- + Service Charge (SBI E-Pay). SC/ST/SEBC/EWS/Ex-Servicemen/PwD — ફી ભરવાની નથી.

9. કયા જિલ્લામાં સૌથી વધુ જગ્યાઓ છે?

સૌથી વધુ જગ્યાઓ કચ્છ (126), દાહોદ (90), નર્મદા (33), મોરબી (21) અને વડોદરા (20) જિલ્લાઓમાં છે.

10. પરીક્ષા તારીખ ક્યારે જાહેર થશે?

પરીક્ષાની તારીખ, સમય અને કેન્દ્ર મંડળ દ્વારા અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોએ gpssb.gujarat.gov.in પર નિયમિત તપાસ કરતા રહેવું.

V

Vijay

Founder & Content Strategist

Vijay is a dedicated founder of PSI Constable Test. With years of experience in analyzing Gujarat Police recruitment trends, he provides accurate exam updates, study strategies, and high-quality mock tests to help aspirants succeed.

Disclaimer / અસ્વીકરણ

આ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી માત્ર ઉમેદવારોની જાણકારી માટે છે. સત્તાવાર જાહેરાત અને તેમાં દર્શાવેલ નિયમો, શરતો અને જોગવાઇઓ જ આખરી ગણાશે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in ચકાસવા ખાસ સૂચના આપવામાં આવે છે. આ વેબસાઈટ સરકારી સંસ્થા સાથે સંકળાયેલ નથી. કોઈપણ ભૂલ કે ચૂક માટે વેબસાઈટ જવાબદાર રહેશે નહીં. નોકરી અપાવવાના નામે કોઈપણ વ્યક્તિ નાણાં ઉઘરાવે તો લાંચ રૂશ્વત બ્યુરો ટોલ ફ્રી નં. 1800-233-44444 અથવા 1064 ઉપર સંપર્ક કરો.

Apply Online Telegram